૨. ચાંદરડાની પૂજા

[નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને ઊગતો નિહાળતાંની વાર જ બોલી ઊઠે -]

લી એય! જો ચાંદરડું ઊગ્યું!”

એટલું કહી, હાથની ખોટી ખોટી કંકાવટી કરી, તારાની સામે કલ્પિતકંકુના કલ્પિત છાંટા ઉરાડવા માડે અને બોલવા લાગે:

 

પે’લું ચાંદરડું મેં પૂજ્યું
પછી મારા વીરે પૂજ્યું
આભલું ડાભલું
કૂરડીમાં સાકર
ભાઈબાપ ઠાકર
દરિયામાં દીવો
ભાઈબાપ જીવો.

આભલા ડાભલા, સૂડી વચ્ચે સોપારી,
સોનાના બે ગાભલા, મારો ભાઈ વેપારી.

[પછી કલ્પિત કંકુ ચોખા ઉડાડી, હાથ નાંખીને અંતરિક્ષમાં દુખણાં લઈ -]
ધાન ખાઉં ધૂડ ખાઉં

મારા ભાઈ ઉપરથી ઘોળી જાઉં!

License

Icon for the Public Domain license

This work (કંકાવટી by ઝવેરચંદ મેઘાણી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.