કૃતિ-પરિચય

કૃતિ-પરિચય : ભૂંસાતાં ગ્રામચિત્રો

 

આ નિબંધોમાં એવા સ્મરણ-આલેખો છે જેમાં શહેરી સંસ્કૃતિના દાબ હેઠળ ઝડપથી બદલાયે જતા સમયમાં, લોપ પામતો કૃષિજીવન-મય ગ્રામ-સમાજ અને વન-પરિવેશ આબેહૂબ ઊઘડયો છે. લેખકે ગામ, ઘર, પડસાળ, ફળિયું, પાદર, સીમ, શેઢો, મેળો, લગ્નગીતો, પંખીલોક… એવાં શીર્ષકોવાળાં ટૂંકા લખાણોમાં એ ભૂંસાતાં ગ્રામ-ચિત્રોને અસરકારકતાથી આલેખ્યાં છે – લેખકે માણેલો ગ્રામલોક અહીં તંતોતંત ઊપસ્યો છે. એમાં અનુભવ-સંવેદન એટલું તીવ્ર અને જીવંત છે, અને ભાષા એવી પ્રાસાદિક અને કાવ્ય-સ્પર્શવાળી છે કે આ આલેખો ઝીણી વિગતોના દસ્તાવેજીકરણને પણ પ્રવાહિતા અને સુવાચ્યતા આપે છે.

આ નિબંધોમાં લેખકના અખૂટ વિસ્મયના આનંદ સાથે જ એ પ્રકૃતિમય ગ્રામજીવન વિલાઈ ગયાની, એના વિરૂપીકરણની, લેખકની વેદના પણ છે. ‘ગામ જવાની હઠ છોડી દે…‘ એ મણિલાલના જ કાવ્યનું સંવેદન આ ગદ્ય-આલેખોનું પણ એક મુખ્ય સંવેદન છે. પુસ્તકમાં એમણે ઠેકઠેકાણે કાવ્યપંક્તિઓ પણ ટાંકી છે.

આવા આસ્વાદ્ય નિબંધો વાચકોને ગમશે.

(કૃતિ-પરિચય – રમણ સોની)

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book